Search This Website

How To change Photo in voter Id Card

 How To change Photo in voter Id Card

ચુંટણી કાર્ડ એ ખૂબ અગત્યનુ ડોકયુમેંટ છે. મોટાભાગના લોકો પાસે જુનુ ચુંટણી કાર્ડ હોવાથી તેમા ફોટો ખૂબ જ જુનો હોય છે. ઘણા લોકો તે બદલવા માગતા હોય છે પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરી શકતા નથી.

  • Voter ID Card માં ફોટો ઓનલાઈન બદલવાની પ્રોસેસ
  • Voter ID Card માં ફોટો બદલાવવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ
  • નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું
આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ  એટલે કે ચુંટણી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જણાવી દઈએ કે Voter ID Card ને પણ આઈડી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે અને આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો. 




ઘણી વખત એવું બને છે કે મતદાર આઈડી કાર્ડ બનાવતી વખતે ઘણી વખત કેટલીક ભૂલો થાય છે અને આમાં સૌથી સામાન્ય સમસ્યા છે આઈડી કાર્ડ પર ફોટો સારો ન આવવો. જો કે ઘણી વખત એવું બને છે કે એ કાર્ડ બનાવતા સમયે કોઈએ ફોટો આપ્યો હોય અને હવે એ ફોટો ચેન્જ કરવા માંગતા હોય. એવામાં જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો. એટલે કે ઘરે બેસીને તમે તમારા આઈડી કાર્ડમાં ફોટો બદલી શકો છો, જાણો પ્રોસેસ.

 How To change Photo in voter Id Card

ચુંટણી કાર્ડમા ફોટો બદલવાની પ્રોસેસ 

  • જો તમે તમારા Voter ID Card માં ફોટો બદલવા માંગતા હોય તો એ માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની એટલે કે નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની ઓફીસીયલ વેબસાઇટ  આ લિંક https://www.nvsp.in/ પર જવું પડશે. 
  • ત્યારબાદ Voter IDમાં કરેક્શનનો વિકલ્પ પર આપવાથી  ડાયરેક્ટ વોટર મિત્ર ચેટબોટ પર મોકલવામાં આવશે.
  • આ ઓપ્શનમા  અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે અને તમને પૂછવામાં આવેલી વિગતો ભરવી પડશે.
  • એ બાદ તમને વોટર આઈડી નંબર પૂછવામાં આવશે અને જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો I do not have a Voter ID નંબરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે 
  •  જણાવી દઈએ કે મતદાર આઈડી નંબર ન હોવાની સ્થિતિમાં મતદાર યાદીની વિગતો  સબમીટ કાવાની રહેશે. 
  •  ડિટેલ ભર્યા પછી તમારા વિસ્તારની મતદાર ID યાદી તમારી સામે ખુલશે અને તે યાદી માંથી ત્માનારી વોટર આઈડી પસંદ કરો.
  • આ બધા સ્ટેપ પુરા કર્યા બાદ હવે અહીં Voter ID સુધારવાનું કારણ પૂછવામાં આવશે અને તમારે તેનો જવાબ આપવાનો રહેશે. 
  • અહીં પૂછવામાં આવેલ વિગતો ભર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર પણ  સબમીટ કરવાનો રહેશે. 
  •  આ પછી, ફોટો બદલવા માટે નવો ફોટો અપલોડ કરીને Continue ના ઓપ્શન પર ક્લિક કરો.
  •  જે બાદ એક સંદર્ભ ID જનરેટ થશે. તમે આ સંદર્ભ ID વડે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.

આ પ્રોસેસ ફોલો કરીને તમે ઘરેબેઠા ઓનલાઇન જ ચુંટણી કાર્ડમા ફોટો અપડેટ કરી શકો છો.

No comments:

Post a Comment