Search This Website

Corona New Variant Omicron BF 7

 

 Corona New Variant Omicron BF 7 

Considering the threat of Corona, an advisory was announced by the government. In which it was advised to wear a mask and take necessary precautions


The threat of corona virus once again in many countries of the world

The Indian government has also started preparations for Corona

Government advice to wear masks and take necessary precautions

In many countries of the world, the threat of corona virus is once again looming. Cases are increasing from China to America. The situation is that many countries have also started imposing restrictions. Seeing this, the Government of India has also started preparations, along with the state governments have also called a meeting. Recently, an advisory was announced by the government keeping in mind the threat of Corona. It was advised to wear masks and take necessary precautions. Let's know what are the rules and guidelines regarding Corona in the country now.


In India, Corona caused havoc in the first and second phase and hundreds of people lost their lives and the hospital system also collapsed. However, after this the situation continued to improve and cases continued to decline. Along with the decrease in cases, the Corona restrictions have also started getting relief. Finally, from April 1, 2022, all kinds of restrictions were removed. Now once again the threat of Corona is increasing, in such a situation the government is advising people to adopt proper behavior against Kovid. Let's know what are the precautions regarding Corona, which the government is advising to take.

કેવી રીતે જાણી શકીએ BF.7નો ચેપ લાગ્યો છે?
BF.7 ચેપ ધરાવતા દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ જેવા જ લક્ષણો દર્શાવે છે. તેના લક્ષણોમાં ઉપલા શ્વસન માર્ગમાં ચેપ, ગળામાં દુખાવો, થાક, વહેતું નાક, ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે. કેટલાક દર્દીઓ ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે.



જો તમે કોઈને મળો છો, તો તેને શારીરિક સ્પર્શ વિના એટલે કે હાથ મિલાવ્યા વિના અથવા ગળે લગાવ્યા વિના અભિવાદન કરો. આ માટે તમે હાથ જોડીને અભિવાદન કરી શકો છો.


કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવાનું કહેવાય છે. આ માટે બે ગજનું અંતર બનાવવાનું જણાવાયું હતું. જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.


સરકાર દ્વારા લોકોને હાથ વડે બનાવેલા ફરીથી વાપરી શકાય તેવા ફેસ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો.


જો તમે બહાર હોવ તો, તમારી આંખો, નાક અને મોંને તમારા હાથથી સ્પર્શ કરવાનું ટાળો. આ માટે તમે પહેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. સતત તમારા હાથ ધોવાનું રાખો.


સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે ખુલ્લામાં થૂંકવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. જેના કારણે કોરોના ફેલાવાનું જોખમ રહે છે.


જ્યારે કોરોનાને રોકવા માટે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ભીડવાળી જગ્યાનો ભાગ ન બનો એટલે કે ભીડથી દૂર રહો.

સોશિયલ મીડિયા પર આવી કોઈ પોસ્ટ કરશો નહીં, જેનાથી નકારાત્મક માહિતી અથવા ભય ફેલાવવાનું જોખમ હોય. જો તમે કોરોના વિશે કોઈ માહિતી મેળવવા માંગતા હો, તો તેના માટે કોઈ વિશ્વસનીય સ્ત્રોતનો ઉપયોગ કરો.

Let us tell you that all these things come under the Kovid Appropriate Behavior, which was announced by the Ministry of Health of India regarding Corona. An advisory has been issued to follow. However, all the experts and the government say that there is no need to panic about Corona in India at present.

Read More »

Online Map Gujarat All Village Map 2022-2023

Online Map Gujarat All Village Map 2022-2023

Read More »

ભારત પાંચ-છ વર્ષમાં હાઈપરસોનિક મિસાઈલ બનાવી લેશે

 

રશિયા-ભારતના સંયુક્ત સાહસ અંતર્ગત ભારત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ થઈ જશે

યુવા પ્રતિભાને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયાસો


બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અતુલ રાણેએ એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી પાંચ-છ વર્ષમાં ભારત હાઈપરસોનિક મિસાઈલો બનાવી લેશે. ભારત-રશિયાના સંયુક્ત સાહસ એવા બ્રહ્મોસ એરોસ્પેસના કહેવા પ્રમાણે અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. બ્રહ્મોસના સુપરસોનિક લોન્ચિંગને ૨૧ વર્ષ થયા છે.

સિલ્વર જ્યુબિલી યર સમારોહમાં કહેવાયું હતું કે હાઈપરસોનિક મિસાઈલનું આયોજન થઈ ગયું છે. રશિયા-ભારતના સંયુક્ત સાહસ અંતર્ગત ભારત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ થઈ જશે.

યુવા પ્રતિભાને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયાસો શરૃ કરાયા છે. બ્રહ્મોસની ગણતરી દેશના સૌથી સફળ સંયુક્ત ડિફેન્સ કાર્યક્રમોમાં થાય છે. આ યોજના અંતર્ગત ભારતને ઘણી મિસાઈલ ટેકનોલોજી મળી છે.


Read More »

હમ લાયે હૈ દુકાન સે 'કોઠી' નિકાલ કે... ઈસ 'ગેસ' કો રખના મેરે બચ્ચોં સંભાલ કે

 



- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ધડામ્.. ધૂડમ્... કાનના  પડદા ફાડી નાખે  એવાં  ધડાકા  સાંભળીને  હું ને કાકા દોડયા . કમ્પાઉન્ડને અડીને  આવેલી હોટેલ તરફ જોયું તો ગેસની ટાંકી ફાટતા જબરજસ્ત ધડાકો થયો  હતો અને બધું  વેરણછેરણ થઈ ગયું હતું.   સદ્ભાગ્યે  કોઈ જાનહાનિ ન થઈ.  બંબાવાળા આવ્યા અને સૌથી  પહેલાં સિલિન્ડર અને ચૂલાને જોડતી રબ્બરની નળી તપાસી કહ્યું  કે આ જુઓ, રબ્બરની નળીને ઉંદર કાતરી ગયા એટલે  ગેસ લીક થતાં  ધડાકો  થયો.  બધા બચી ગયા એટલે હાશકારા સાથે હું  અને કાકા ઘરે આવ્યા.   

ઓટલે  બેસીને  મેં કહ્યું  કે ,'ઉંદરને પાપે કેવો ધડાકો  થયો  સાંભળ્યોને ?'  પથુકાકાએ  તત્કાળ ટકોર કરી, 'ઉંદરના પાપે ગેસની ટાંકીમાં  ધડાકો  થયો, પણ  ગેસની ટાંકીના  દરમાં વધારાને પાપે ભાવના ભડાકા કેવા થાય છે? લોકોના કાનના  પડદા ફાટી  જાય છે, ખબર છે?  એટલે  વધતા  ઉંદર  અને વધતા દર આ ધડાકા અને ભડાકાનું  મૂળ  છે એ તું સમજ્યો  કે નહીં?'

મેં કહ્યું , 'ઉંદર શબ્દ પણ કમાલનો છે  હો? 'ઉં' પરથી અનુસ્વાર કાઢી નાખો તો  ઉદર એટલે  પેટ થાય.'ઉ'આખેઆખો કાઢી  નાખો તો દર થાય. એટલે  ઉંદર જેમ પોતાનું  ઉદર ભરવા દોડાદોડી કરે છે એમ માણસને  પણ ઉદર-નિર્વાહ  માટે દોડાદોડી  કરવી પડે છે.  એટલે  જ જ્યારે  દર વધે  ત્યારે ઉ-દરમાં  ફાળ પડે.'

કાકાએ ઉમેરો કર્યો કે  દરને અંગ્રેજીમાં  રેટ કહે અને  ઊંદરને  પણ રેટ  કહે છે  એટલે ટૂંકમાં  'રેટ' વધતા જાય ત્યારે  સહુઊંચા-નીચા  થાય.

ઓટલા પર તડકો આવવા માંડયો એટલે હું  અને કાકા ઘરની અંદર જવા ગયા. ત્યાં તો (હો)બાળાકાકી  વણેલી રોટલીનો થાળ લઈ  ઓટલા પર  આવ્યા અને ગ્રેનાઈટની  લાદી પર ઉપર  રોટલી શેકવા માંડયાં.  આ  જોઈને કાકા બોલ્યા, 'આ શું ખેલ કરે છે? બધા જુએ એમ ઓટલા પર કેમ  રોટલી  ચોડવવા બેઠી?'

કાકી બોલ્યાં, 'દાળ-શાક વઘારી લીધા પછી  જેવી  રોટલી કરવા ગઈ ત્યાં ગેસની  ટાંકી  ખાલી થઈ  ગઈ. એટલે મને  જબલપુરની  એક મહિલાનો  ફોટો-સમાચાર  વાંચેલા  એ યાદ આવ્યા.  આ  મહિલા આગ વરસાવતી  ગરમીમાં  કારના બોનેટ ઉપર રોટલી  શેકતી હતી.  એટલે ગેસની કોઠી ખાલી થઈ જતા મેં પણ એ જ  નુસ્ખો  અજમાવ્યો. સૂર્યશક્તિથી  સોલાર  કૂકરમાં  જેમ ભાત રંધાય  છે  એમ સૂર્યના  તડકામાં  રોટલી કેમ ન શેકાય?  આવા હોટ... હોટ તડકામાં  રોટલી બનાવીને  મેં નવું  નામ આપ્યું છે - હોટલી.'

ખડખડાટ હસીને  કાકાએ તો તત્કાળ  જોડકણું  ચખાડયું:

ભલે વાસી હોય કે ચવડ

ઘરવાળીની રોટલી,

પણ એના જ હાથમાં

હોય છે ધણીની ચોટલી.

આવે ચુનાવ ત્યારે મફત

રોટલીને નામે  વોટ પડાવી,

નેતાઓ રોટલીને બનાવે છે      વોટલી. 

મેં એક ફિલ્મ જોઈ હતી, 'ઘેર ઘેર માટીના ચૂલા', પણ સરકારે તો  ફૂંક મારી  મારીને પેટાવવા પડે એવાં  માટીના ચૂલાની  જગ્યાએ  ઘેર ઘેર ગેસના ચુલા આપવા  માંડયા.  મહિલાઓને  ધુમાડાથી  બચાવવા  માટે સરકારે  ચૂંટણી  વખતે કરદાતાના  પૈસાનો  ધુમાડો  કર્યો, પણ એક વાર ચૂંટણી  જાય એટલે  ગેસની કોઠીથી  માંડી બધી  ચીજોના ભાવ  ઊંચે જાય. પહેલાં જેમ ફૂંકી ફૂંકી ચૂલા પેટાવવામાં  આવતા એમ  હવે ફૂંકી ફૂંકી ભાવના ભડકા  કરવામાં આવે છે.

હું અને કાકા રિક્ષામાં  જતા હતા.   રસ્તામાં ગેસ સ્ટેશન આવ્યું એટલે રિક્ષાવાળાએ  ગેસ ભરાવવા માટે રિક્ષા  અંદર લીધી.  એક કોર્નરમાં  ટ્રકમાંથી  તાજા જ ઉતારેલા  સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના બાટલાની ઉપર ચારેક મજૂરો ઊભડક બેઠા હતા. આ સીન જોતાંની સાથે જ કાકા બોલ્યા,  'જુઓ તો  ખરા, ગેસના ભાવ કેવા વધી  ગયા છે!  નેચરલ ગેસ (કુદરતી વાયુ) બાટલામાં  ભરવા ઉપર માણસ બેસાડવા પડે છે.'

પથુકાકા  વધુ કાંઈ બાફે એ પહેલાં  મેં આડી વાતે  ચડાવતા  પૂછ્યું કે ,'કાકા, તમારે ઘરે બે કોઠી છે?' 

કાકાએ જવાબ આપ્યો બે કોઠી (સિલિન્ડર) નહીં, ત્રણ કોઠી છે.' મેં પૂછ્યું, કેવી  રીતે?  ત્યારે કાકા હસીને કહે, 'બે ગેસની કોઠી અને  ત્રીજી કોઠી તારી કાકી. એનું આકાર  ગુમાવી  બેઠેલું  'નિરાકાર' કોઠી  જેવું ફિગર તે નથી જોયું?  એટલે  રસોડાની   એ રાણી  પહેલાં  રાંધણ ગેસના ચુલા  પર  રાંધે,  પછી  ગેસ પર રાંધેલું અકરાંતિયાની જેમ ખાય  એટલે પેટમાં ગેસ થાય.  પછી ઓલી હોટેલમાં  ગેસ  લીકેજને લીધે કેવાં  ધડાકા  થયા હતા એ  તેં સાંભળ્યા  હતાને?  બસ એવું  વાયુ-પ્રદૂષણ અને ધ્વનિ-પ્રદૂષણ  એક સાથે ઘરમાં  ફેલાય. એટલે જ કહું  છું કે:  કોઠી કોઠીમાં  ફેર  છે, એક  ખાલી થાય અને બીજીમાં ગેસ ભરાય ત્યારે  કાળો કેર છે.'

હમણાં જ અમારી  સોસાયટીના  એક ભાઈ  માંદા  પડતા નજીકની  હોસ્પિટલમાં  દાખલ કરવામાં  આવ્યા.  હું અને કાકા ઉપડયા ખબર કાઢવા.  વોર્ડની  બહાર પાડોશી  ભાઈના  પત્ની  બેઠાં હતાં.  મેં  અને કાકાએ  પૂછ્યું કે કેમ છે મારા ભાઈને? ભાભીએ અસલકાઠિયાવાડીમાં  જવાબ આપ્યો કે,   'સવારથી  ગેસ ઉપર મૂક્યા છે.' અમે ચોંકી   ઉઠયા.  વોર્ડની અંદર જોયું તો પાડોશીના બેડની  બાજુમાં ઓક્સિજનનું સિલિન્ડર મૂક્યું હતું અને  પેશન્ટના  નાકમાં નળી લગાડી હતી.  આ જોઈને  કાકાએ  મને ધીમેકથી  કાનમાં કહ્યું,   'આ એક  જણ ગેસ પર  નથી, ગેસના ભાવ વધારાને કારણે  આખો દેશ ગેસ પર આવી ગયો છે,  બોલ સાચું કે નહીં?'

હોસ્પિટલમાંથી  બહાર નીકળ્યા  ત્યાં જ  કાકાનો  મોબાઈલ  રણક્યો  અને સામે છેડેથી કાકી ેબોલ્યાં, 'કહું છું  કે વળતી વખતે  રિક્ષામાં ગેસની  કોઠી લેતા આવજો, હોં?  કોઠી  ખલાસ થઈ ગઈ છે  એ ખબર છેને?'

હું અને કાકા ગેસ  એજન્સીમાં  ગયા.  કાકાએ  ભારે હૈયે  ખિસ્સામાંથી  હજારેક  રૂપિયા કાઢીને  કાઉન્ટર પર  ચૂકવ્યા. ગેસની  ટાંકી લીધી  અને  ઓટોરિક્ષામાં  મૂકી ઘર તરફ  પ્રયાણ કર્યું. ઘરે પહોંચી રિક્ષામાંથી  કોઠી ઉતારી ઠેઠ કાકાના રસોડા સુધી મૂકીને  પછી પરસેવો લૂંછતા લૂંછતા પથુકાકાએ  મોંઘવારીની મહાઆફત  વચ્ચેની કેવી રીતે  સિલિન્ડર  લાવ્યા એની ઝાંખી   કરાવતું  ગીત શબ્દો ફેરવીને  લલકાર્યું :

હમ લાયે હે 'દુકાન'સે 

'કોઠી' નીકાલ કે

ઈસ 'ગેસ'  કો રખના

મેરે બચ્ચોં સંભાલ કે

(હો)બાળાકાકી તાડૂક્યાં,   'દેશભક્તિના ગીતને  ગે સભક્તિના ગીતમાં ફેરવીને આમ શું  રાગડા  તાણો છો?  ઘરડે  ઘડપણ ભગવાનનું નામ લ્યો, ભગવાનનું.' પથુકાકાએ  મોટા અવાજે  નામ લીધું : જય યોગેશ્વર... બધા ગેસ પર જય યો-ગેસ-વર...

મેં કાકાને યાદ દેવડાવ્યું , 'મને ખ્યાલ  છે ત્યાં સુધી તમે શાસ્ત્રીય  સંગીત અડધુંપડધું  શીખેલા કે નહીં?' માથું ધુણાવી હા પાડતા  કાકા  બોલ્યા,

 'શાસ્ત્રીય સંગીત  થોડું શીખેલો  પણ મારો  રસ દેશભક્તિના  ગીતોમાં  એટલે   લાલબહાદુર શાસ્ત્રીય સંગીતમાં  રહ્યો છે.'

મેં કહ્યું,  'ફિર હો  જાય... ઉસ્તાદ  બડે  ગુલાબજાંબુ  ખાન... કુસ સુનાઈયે...' દાદ  આપતાની  સાથે જ કાકાએ તો દાદ, ખાજ, ખુજલી આ ત્રિરંગી   સૂરાવલી  છેડતાં કહ્યું, 'હું શરૂઆત દેશ  રાગ પર  આધારિત  ફિલ્મી  ગીતથી  કરીશ ધ્યાનથી સાંભળ:

આપ કો પ્યાર

છુપાને કી બડી  આદત હૈ...

હવે મજા જો. રાગ દેશ પરથી  મેં  રાગ  ગેસ બનાવ્યો છે.   એટલે આ જ  ગીતના શબ્દો  ફેરવીને ગાઈશ,  તને ખબર પડી જશે કે સરકાર ચૂંટણી નજીક આવે ત્યારે બધી ચીજોના   ભાવ કાબૂમાં   રાખે છે  અને  અમુક ચીજોના ભાવ ઘટાડે  પણ છે.જેવી   ચૂંટણી   પતે અને  જીતી જાય  એટલે  ખલાસ, બધી  ચીજોના ભાવ દિવસે  ન વધે  એટલા  રાતે વધવા  માંડે.  આ ભાવ પ્રગટ કરતું   રાગ 'ગેસ' પર આધારિત ગીતનું  મુખડું   સાંભળ:

આપ કો પ્રાઈઝ

છુપાને કી બૂરી આદત હૈ...

ગેસના ભાવવધારા સામે  લોકો  ધમાલ  કરે ત્યારે  નકટા નેતાઓ રાગ ધમાલ કૌંસમાં  સંભળાવે છે:

ગેસ જલતા હૈ

તો જલને દે

આંસુ ના બહા

કકળાટ ન કર

ગેસ જલતા હૈ તો જલને દે...

હવે તું જ કહે કે  દેશ આખો દામના ડામથી દાઝતો હોય અને બળતરા  વેઠતો હોય ત્યારે આભારતીય જલતા  પક્ષનો અવાજ કોઈ  સાંભળે નહીં ત્યારે દેશવાસીઓને કેવી દાઝ કે  દેશ-દાઝ ચડે?'

મેં કહ્યું, 'કાકા, મેં સાંભળ્યું  છે કે કોઈ કોઈ  ગામમાં તો પૈસા  આપ્યા છતાં  સિલિન્ડર   નથી મળતા,  ક્યારેક  બ્લેકમાં  લેવા પડે  છે.' કાકા બોલ્યા, ' વાત સાચી,  નસીબમાં હોય એને  મળે , બીજું શું?  મુકદ્દર કા સિલિન્ડર...'

મેં કહ્યું, 'તો અત્યારની  આ મોંઘવારી  જોઈને  'ગુંજ ઉઠી  શહનાઈ'  ફિલ્મના  ટાઈટલ   પરથી નવું નામ સૂઝ્યું  છે: ગુંજ ઉઠી મહંગાઈ...'

મેં કાકાને  કહ્યું, 'કોઠીનો ભાર ઉપાડવા  સ્ટેશન પર હમાલ  પણ મળે  પણ કોઠીનો 'ભાવ'  ઉપાડવા હમાલ ક્યાં  મળે છે?'

પથુકાકાએ તરત જ જોડકણું  સંભળાવ્યું:

વધતા ભાવની કમાલ છે

સુખી છે  એ જેના ખિસ્સામાં માલ છે,

બાકી તો તમારી-મારી જેવાં

આર્થિક બોજો ઉઠાવતા હમાલ છે.

અંત-વાણી

કુદરતી વાયુને કોઠીમાં ભરી

કરે ભાવના ભડકા

આવા દામવધારા વચ્ચે

કેમ જીવે કડકા.

Read More »

સાબરમતી નદીના સૌંદર્ય પર 117 કાવ્યોનાં રચયિતા

 

 

- માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર આચાર્યશ્રીએ ગુજરાતી-સંસ્કૃત ભાષામાં 140 ગ્રંથો લખ્યા 

સભામાં જ્યારે એમ કહેવાયું કે,'સાબરમતી રિવરફ્રન્ટ પર પદ્માસનયુક્ત યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રતિમા હોવી જોઈએ' ત્યારે સર્વત્ર સ્તબ્ધતા વ્યાપી ગઈ. સહુને વિમાસણ થઈ કે સાબરમતી તીરે વળી કર્મયોગી, જ્ઞાાનયોગી અને ધ્યાનયોગી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિની પ્રતિમા શા માટે? એના ઉત્તરમાં મેં કહ્યું, 'સાબરમતી નદીના સૌંદર્યને કોઈએ ખોબે-ખોબે પીધું હોય, તો તે આચાર્ય બુદ્ધિસાગરસૂરિ છે. ઈ.સ. ૧૯૦૦ ની આસપાસ નરોડાથી વળાદ આવતા એમણે સાબરમતી નદી પાસેથી પસાર થતા એનાં કુદરતી સૌંદર્યને કારણે એમના કવિહૃદય અને યોગીહૃદયમાં અનેક ભાવોની ભરતી જાગી. મહાન સાધુપુરુષ હોવાથી આ સરિતાના સૌંદર્યને નિરખતા નિરખતા એમણે માનવજીવનના સૌંદર્યની વાત કરી. વળાદમાં આવ્યા, ત્યારે ઉપાશ્રયની સામે વહેતી સાબરમતી નદીના સૌંદર્યને જોઈને એમને શિક્ષણના વિચારો આવ્યાં. આ નદી કેવો અપ્રતિમ બોધ આપે છે! આ વહેતી સાબરમતી નદીમાં ઋતુએ-ઋતુએ એમાં આવતું પરિવર્તન જોઈને આ અઢારે આલમના અવધૂત એવા આ. બુદ્ધિસાગરજી બોધ તારવે છે અને એ પછી વળાદથી નીકળી માણસામાં આવ્યા, ત્યારે આશરે એકસો કાવ્યો લખ્યાં. તમે કલ્પના કરો કે કોઈએ એક નદીના સૌંદર્યને જોઈને એને જીવનદર્શનમાં ઢાળીને આટલાં કાવ્યો લખ્યાં છે ખરાં?'

એ પછી વિજાપુરમાં આવતા સાબરમતીના કુદરતી સૌંદર્ય સાથે નવ્યગુણ શિક્ષણનાં વિચારો પ્રગટયા. પરિણામે બીજા પાંચસો જેટલાં કાવ્યો લખ્યાં અને તેમાંથી 'સાબરમતી ગુણ શિક્ષણ' કાવ્ય નામની ગ્રંથરચના કરી. સાબરમતી નદીના દર્શને હૃદયમા જે ભાવ પ્રગટયાં, એ સહુ કોઈને વહેંચવાના ખ્યાલ સાથે એમણે આ કાવ્યરચના કરી અને કુલ કેટલાં કાવ્યો લખ્યાં છે, તે તમે જાણો છો? એમણે લખેલાં ૧૧૭ કાવ્યો 'સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય' ગ્રંથમાં સામેલ છે. વળી આ કાવ્યોમાં કેટલાક છંદોબદ્ધ કાવ્યો છે, તો વળી કવ્વાલી પણ આમાં મળે છે. એમણે સ્વ-માતૃભાષા સેવા કાવ્યમાં લખેલી આ પંક્તિઓ એ મહાન સાધુરાજના માતૃભાષા પ્રેમને દર્શાવે છે. તેઓ કહે છે-

વિદ્વાન્ થાતાં શું વળ્યું, 

જો માતૃભાષા ના વદી,

નિજમાતૃભાષા પ્રેમવણ, 

દેશોન્નતિ છે નહિ કદી;

નિજમાતૃભાષા જે ત્યજે, 

તે માતૃદ્રોહી જાણવો,

નિજમાતૃભાષા પ્રેમને, 

નિશ્ચય હૃદયમાં આણવો.

નિજમાતૃભાષાના રવે, 

સાબરપરે જીવન ધરો,

નિશ્ચય હૃદયમાં દ્રઢ ધરી, 

એ મંત્રશિક્ષા મન વરો.

સાબરમતીના પ્રવાહમાંથી માતૃભાષાપ્રેમનું કેવું વિરલ પ્રાગટય! રિવરફ્રન્ટ પર એમની પદ્માસનયુક્ત પ્રતિમા એ માટે કે એમણે પોતાના જીવનમાં યોગનો મહિમા કર્યો. 'યોગદીપક', 'શુદ્ધોપયોગ', 'ધ્યાનવિચાર', 'અધ્યાત્મ-ગીતા' જેવા અનેક ગ્રંથો લખીને એમણે યોગસાધનાનાં રહસ્યો પ્રગટ કર્યાં. ક્યારેક એકલદોકલ માનવી જ્યાં ફરકવાની હિંમત ના કરે એવા સાબરમતીના કાંઠે તેઓ એકલા વિહાર કરતા હતા. સાબરમતીના કોતરોમાં નિર્ભયતાથી ઘૂમતા અને ગુફા જેવી કોઈ જગા મળે તો ત્યાં જાપ જપવા બેસી જતાં. ક્યાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય અને ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લગાવીને બેસી રહે.

જીવનમાં ધ્યાનનો મહિમા કરનાર એમને ક્યાંય પણ ધ્યાનને અનુકૂળ જગા મળે એટલે તરત જ આત્માની અપૂર્વ સમાધિમાં ડૂબી જતા. એ સમયે એટલે કે ઈ.સ. ૧૯૦૪ ની આસપાસના સમયમાં ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, આબુ, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળોએ એમણે આત્મધ્યાન ધર્યું હતું અને સાબરમતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ એમને વિશેષ સહજ સમાધિ કરાવનારો લાગ્યો. એમના ધ્યાન વિશે ભાવનગરથી પ્રકાશિત થતા 'ભાવનગર સમાચાર'માં લાક્ષણિક કિસ્સો નોંધાયો છે. આ અઠવાડિકના તંત્રી જયંતિલાલ મોરારજી મહેતાને તો સૂરિજીના યોગ-પ્રભાવનો સાક્ષાત્ અનુભવ થયો હતો. એમણે સૂરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સૂરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધાં થઈ ગયાં. જયંતિભાઈએ જોયું તો નાડી બંધ હતી. હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસોશ્વાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિશ્ચેષ્ટ લાગતું શરીર ચારેક આંગળ ઊંચે આવ્યું. આ દ્રશ્ય જોઈને જયંતીભાઈ સ્તબ્ધ જ થઈ ગયા. આવી હતી આચાર્યશ્રીની ધ્યાનસાધના!

એમની આ ધ્યાનસાધનાના પ્રભાવમાંથી મહુડીમાં શ્રી ઘંટાકર્ણવીરની સ્થાપના થઈ. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં સમાજ અંધશ્રદ્ધાઓમાં ડૂબેલો હતો. ગામેગામ ભૂત-પ્રેતની વાત મળે. ચૂડેલ અને ડાકણના વળગાળથી ધૂણતા લોકો મળે. ભૂવાઓની બોલબાલા હતી. કોઈ મોંમાં પગરખાં લઈને કબર પાસે જાય તો કોઈ પીરના સ્થાનકે જઈ પંજા છાતી પર લે. એમાં મળતા પ્રસાદમાં અભક્ષ્ય હોય તો પણ એ પ્રસાદ ખાય, મનથી ગુલામ, હૃદયથી વહેમી, સ્વભાવથી ભીરુ અને મહેનતથી કાયર થયેલી પ્રજાની હીન દશા જોઈને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીએ ત્રણ દિવસ પદ્માસન લગાવી અંગોનું હલનચલન કર્યા વિના ધ્યાનમાં રહ્યા અને એમાંથી ઘંટાકર્ણ મહાવીરના સાક્ષાત્ દર્શન થયા અને એના પરથી એમણે એની મૂર્તિ બનાવડાવી.

આજે દર વર્ષે તમામ કોમનાં પચીસ લાખથી પણ વધુ લોકો આ મહુડી તીર્થમાં આવે છે અને એમાંની મૂર્તિ જોઈને એક પ્રકારનું જીવનદર્શન પામે છે. ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો. એમના કદમ આગળ છે, એનો અર્થ છે અધ્યાત્મ પુરુષાર્થના પથ પર સતત પ્રગતિ. એમનો યોગી જેવો લંગોટ જ્ઞાાન-સાધના દર્શાવે છે, તો એમની આંખ દર્શન-ધ્યાન બતાવે છે. મુગટ ચારિત્ર બતાવે છે અને હાથમાં સિદ્ધિનું બાણ એટલે કે આત્મજ્ઞાાનની પ્રાપ્તિ માટેનું સિદ્ધિનું લક્ષ બતાવે છે.

યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનું જીવન એટલે આશ્ચર્ય પર આશ્ચર્ય. માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર એમની સરસ્વતી સાધના અજોડ હતી. એનો આરંભ થયો કવિતાથી અને ધીમે ધીમે માત્રામેળ અને છંદમેળની કવિતાઓ વધુ રચાવા લાગી. એ જમાનામાં સાધુ સમુદાય શિષ્યોની સંખ્યા વધારવામાં પડયો હતો. જેમ વધારે શિષ્યો, તેમ મહત્તા વધારે. સાધુઓ પણ એમના સંખ્યાબળને જોઈને એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માનતા હતા. જે સાધુને ઓછા શિષ્યો, એની ઓછી શક્તિ થતી. શિષ્ય બનાવવાનો મોહ વધતો ચાલ્યો અને સંખ્યા વધારવાની ઘેલછામાં પાત્રતા જોવાની દરકાર ઓછી થઈ ગઈ. એ સમયના એક સાધુરાજેનો એકસોને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. આ સાંભળીને બુદ્ધિસાગરજી મહારાજને ભારે દુઃખ અને ઊંડો આઘાત થયો.

તેઓ વિચાર કરતાં કે આવા વગર વિચારે થયેલા સાધુઓ કઈ રીતે ધર્મપ્રવૃત્તિ કરે? એનાથી કોનું કલ્યાણ થવાનું? જ્યારે સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકનો તારક બનશે. પોતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હોય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. ક્યારેક શાસનની અવહેલના ન કરે. સદા સહુનું કલ્યાણ કરે.

એમણે મનોમન નિર્ધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ ગ્રંથ-શિષ્યો બનાવીશ, જે મારા વિચારોને મૂર્ત કરશે, મારી ભાવનાઓ અને વિચારધારાને ખૂણે ખૂણે પહોંચાડશે અને જ્યાં જશે ત્યાં કલ્યાણ સર્જશે.

બુદ્ધિસાગરજી પાસે જ્ઞાાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ગ્રંથોનું ઊંડું વાચન હતું, ગહન શાસ્ત્રોની જાણકારી હતી, ચિંતકનું ચિંતન હતું. પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું અને ગુરુદેવના આશીર્વાદનું પ્રચંડ બળ પણ હતું અને આશ્ચર્ય થશે કે એકસો આઠ અમરગ્રંથ શિષ્યો આપવાનો સંકલ્પ કરનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કુલ ૧૪૦ પુસ્તકો મળે છે!

માત્ર એકાવન વર્ષની જીવનયાત્રામાં અને તે ય ચોવીસ વર્ષના પોતાના દીક્ષાકાળમાં એમણે આટલા વિપુલ ગ્રંથોનું સર્જન કર્યું. એમની એ સર્જનપ્રક્રિયા અને જ્ઞાાનક્ષિતિજ પણ પારાવાર આશ્ચર્ય જગાડે તેવી છે, જેને વિશે આજેય અહોભાવ જાગે છે!

ઈ.સ. ૧૯૨૫ ની નવમી જૂન એટલે કે સં. ૧૯૮૧ ની જેઠ વદી ત્રીજે વિજાપુરમાં કાળધર્મ પામેલા આચાર્યશ્રીની આજે સ્વર્ગગમન તિથિએ સ્મરણ કરીએ અને કવિ ન્હાનાલાલની એમને આપેલી અંજલિ જોઈએ -

'એ તો ખરેખર સાગર હતો.' 'એવો સાધુ સંઘને પચાસે વર્ષોએ મળે તો સંઘના સદ્ભાગ્ય.' 'એ તો સાચો સંન્યાસી હતો.' 'એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી.' 'બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.'

'એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, યોગેન્દ્ર જેવી દાઢી!' 'એમનો જબરજસ્ત દંડ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદ્રશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂસાશે નહીં જ.' 'આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે.'

પ્રસંગકથા

રામના દેશમાં 'હરામ'નો મહિમા!

અમેરિકાના રાજમાર્ગ પર મગનલાલ ખુબ ઝડપથી મોટર ચલાવી રહ્યા હતા. સ્પીડ-લિમિટની એમને પરવા નહોતી; પરંતુ બાજુના રસ્તામાં છુપાયેલી પોલીસની મોટર ધસી આવી અને મગનલાલને મોટર થોભાવવી પડી.

પોલીસે કહ્યું, 'તમને સ્પીડ-લીમીટનો ખ્યાલ છે ખરો? તમે ઓકસોને પંદર માઇલની ઝડપે મોટર ચલાવતા હતા. હજાર ડૉલર દંડની આ ટિકિટ લો અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવો.''

મગનલાલ ક્યારેય મુંઝાય નહીં, પણ ગભરાઈ ગયા હોય તેવો દેખાવ કરીને કહ્યું, 'સાહેબ! આટલો મોટો દંડ તે હોય અને લાઈસન્સ તો મેં કઢાવ્યું જ નથી.'

પોલીસે પૂછ્યું, 'આ મોટરનો માલિક કોણ છે ?'

'સાહેબ, માફ કરજો. પણ હું બીજાની મોટર ચોરીને લાવ્યો છું. મારી પાસે અહીં ક્યાંથી મોટર હોય?'

પોલીસે અકળાઈને કહ્યું, 'એમ, એક તો તમે સ્પીડ લિમિટનો ભંગ કરવાનો ગુનો કર્યો અને બીજો મોટર-ચોરીનો કર્યો, ખરું ને?'

'હા, સાહેબ !' મગનલાલે દયામણા અવાજે કહ્યું, 'શું કરું? થોડા સમય પહેલાં મારે મારા ભાગીદાર સાથે બોલાચાલી થઈ. પછી મારામારી થઈ અને મેં ગુસ્સામાં એને શૂટ કરી દીધો અને એની લાશ આ ડેકીમાં છે.'

કોઈ રીઢો ગુનેગાર જાણીને પોલીસે તરત જ હેડ ક્વાર્ટરમાં જાણ કરી અને મુખ્ય ઉપરી અધિકારીને બોલાવ્યા. એ અધિકારીએ આવીને કહ્યું, 'લાઈસન્સ લાવો.'

મગનલાલે પ્લાસ્ટીકની બેગમાંથી લાઈસન્સ કાઢીને કહ્યું, 'આ રહ્યું, જોઈ લો.'

એ પછી એમણે ડેકી ખોલીને ઉપરી અધિકારીને બતાવી તો એમાં ટૂલ-બોક્સ સિવાય કશું નહોતું. ઉપરી અમલદારે એમને બોલાવનાર પોલીસને ખખડાવ્યો અને કહ્યું, 'આ માણસ પાસે કાયદેસરનું ડ્રાઈવિંગ લાઈસન્સ છે. એની ડીકીમાં લાશ તો શું, લોહીનો એક ડાઘ પણ નથી. તો તમારે આવો જુઠ્ઠો રિપોર્ટ કરવાની શી જરૂર હતી.'

મગનલાલે ઉપરી અધિકારીની નજીકમાં જઈને કહ્યું, 'સાહેબ ! આ જુઠ્ઠાબોલા અધિકારીએ તો તમને એમ પણ કહ્યું હશે કે હું કલાકના એકસોને પંદર માઈલની ઝડપે મોટર ચલાવતો હતો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે મગનલાલની માફક આજે દેશમાં અપ્રામાણિક્તા અને છેતરપીંડી ડગલને પગલે જોવા મળે છે. રાજ્યના પ્રધાનો, સરકારના ઉચ્ચ અધિકારીઓ, જુદા જુદા વિભાગો અને સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ - બધે જ ભ્રષ્ટાચાર વ્યાપી વળ્યો છે. પ્રજા ભ્રષ્ટાચારને 'જાદુઈ ચાવી' માને છે, જેમાં પૈસા આપીને કામ કઢાવી લેવામાં આવે છે. 'હરામ'નું લેવામાં કોઈને શરમ રહી નથી.

હકીકતમાં તો પ્રજાજીવનમાં ભ્રષ્ટાચારની માનસિક્તા જોવા મળે છે. દેશની પ્રજાને લાગેલું આ કૅન્સર છે, જે દેશના ચારિત્ર અને પ્રગતિને ધીમે ધીમે ગ્રસી જાય છે અને દેશને તબાહ કરી રહ્યું છે. સામાન્ય માનવીને પારાવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે અને પૈસાના જોરે કામ કરનારા તાગડધિન્ના કરે છે.

રામ, મહાવીર અને બુદ્ધના આ દેશે જાણે પ્રામાણિક્તાને દેશ નિકાલ આપ્યો છે અને ભ્રષ્ટાચારને સર્વત્ર અબાધિત અધિકાર આપ્યો છે.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, ભારતનાં ગામડાઓમાં ઈન્ટરનેટનો વપરાશ શહેરોને પણ આંબી ગયો છે.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ : જહાંપનાહ, આને કારણે તો ગ્રામજનોનો દિવસ ૨૪ કલાકને બદલે ૨૦ કલાકનો થઈ ગયો છે. વધુમાં વધુ એક કલાક મોબાઈલનો પોતાના કામને માટે ઉપયોગ કરે છે ને ચાર કલાક એની પાછળ બિનજરૂરી વેડફે છે.

Read More »

A mobile app that will pay you for walking

  A mobile app that will pay you for walking 

Read More »

एक ऐसा मोबाईल एप्लिकेशन जो आपको चलने/ दौड़ने के बदले पैसा देगा

   एक ऐसा मोबाईल एप्लिकेशन जो आपको चलने/ दौड़ने के बदले पैसा देगा 

Read More »