Search This Website

કોયલા ડુંગર હષૅદ; જાણો શ્રી હરસિધ્ધિ માતા મંદિર નો ઈતિહાસ

વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ ગામ ગાંધવી અને મિયાણી જ્યાં કોયલા ડુંગર પર બિરાજે છે કોયલા ડુંગર ની મહારાણી માં ભવાની હરસિધ્ધિ. આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને ખંભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે.

વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે.


કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા

માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે.

આ મંદિર નહી કોઇ પણ મંદિર ની આરતી જોઇએ તો બધા શ્રધ્ધાળુઓ એક તાલ માં એક લય માં તાળી ઓ વગાડતા હોય છે અને લીન થઇ જતા હોય છે એટલે એમ કહી શકાય કે અલગ-અલગ પ્રદેશ થી આવતા શ્રધ્ધાળુઓ કે જેમની માનસિક્તા ,નાત-જાત, રહેણી-કરણી બધુ અલગ છે પરંતુ તે બધા ને એક લય એલ તાલ અને એલ બિંદુ પર કેંદ્રિત કરતું તત્વ એટલે ઇશ્વર. ત્યાં નાત-જાત, ઊંચ-નીચ, રંગ-વર્ણ નો કોઇ ભેદ નથી હોતો, હોય છે તો માત્ર મનુષ્યો. એથી પણ આગળ વધી ને કહું, તો હોય છે એ બ્રહ્માંડ ભાંડોદરી પરાશક્તિ ના બધા સંતાનો. આ પર થી મને ઋગ્વેદ ની એક ઋચા યાદ આવી ગઇ.

કોયલા ડુંગર (હષૅદ)જય શ્રી હરસિધ્ધિ ધામ કોયલા ડુંગર હષૅદ

No comments:

Post a Comment