Search This Website

ભારત પાંચ-છ વર્ષમાં હાઈપરસોનિક મિસાઈલ બનાવી લેશે

 

રશિયા-ભારતના સંયુક્ત સાહસ અંતર્ગત ભારત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ થઈ જશે

યુવા પ્રતિભાને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયાસો


બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અતુલ રાણેએ એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી પાંચ-છ વર્ષમાં ભારત હાઈપરસોનિક મિસાઈલો બનાવી લેશે. ભારત-રશિયાના સંયુક્ત સાહસ એવા બ્રહ્મોસ એરોસ્પેસના કહેવા પ્રમાણે અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. બ્રહ્મોસના સુપરસોનિક લોન્ચિંગને ૨૧ વર્ષ થયા છે.

સિલ્વર જ્યુબિલી યર સમારોહમાં કહેવાયું હતું કે હાઈપરસોનિક મિસાઈલનું આયોજન થઈ ગયું છે. રશિયા-ભારતના સંયુક્ત સાહસ અંતર્ગત ભારત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલથી સજ્જ થઈ જશે.

યુવા પ્રતિભાને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયાસો શરૃ કરાયા છે. બ્રહ્મોસની ગણતરી દેશના સૌથી સફળ સંયુક્ત ડિફેન્સ કાર્યક્રમોમાં થાય છે. આ યોજના અંતર્ગત ભારતને ઘણી મિસાઈલ ટેકનોલોજી મળી છે.


No comments:

Post a Comment